What is Google ? ગૂગલ શુ છે? ગૂગલ ની રસપ્રદ વાતો

What is google? About Google


હેલ્લો મિત્રો આજના નવા આર્ટિકલ માં તમારું હું કમલેશ પરમાર  તમારું હાર્દિક સ્વાગત કરુ છું.આજે આપણે એવી વસ્તુ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ જે આપના જીવનમાં ડગલે ને પગલે રોજિંદા જીવનમાં વપરાય છે.જી હા આજે ટેકનોલોજી ના યુગમાં આપણે ગૂગલ નો ખુબ જ ઉપયોગ કરીએ છીએ.આજે આપણે what is google? Google શુ છે અને તે કેવી રીતે કામ કરે છે તેની માહિતી મેળવશું.આપણે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે google નો સહારો લઈએ છીએ.તો આજે આપણે આ આર્ટિકલમાં  google વિશે થોડીક ઉંડાણમાં રસપ્રદ માહિતી મેળવશું.અમારો આખો લેખ નીચે સુધી વાંચવા વિનતી.


What is google? About Google


What is Google? Google શુ છે?

ગૂગલ એક મલ્ટીનેશનલ અમેરિકન સર્ચ એન્જીન કંપની છે જે આપણ મેં વિવિધ માહિતીઓ આપવા માટે જાણીતી છે.આજે google ની મદદથી આપણે ઘરે બેઠા બેઠા તમામ માહિતીઓ મેળવી શકીએ છીએ એ પણ પળભરમાં.google ને આજે ઈન્ટરનેટ નો રાજા ગણવામાં આવે છે.આજે આપણે કોઈપણ વિવિધ માહિતી જોઈતી હોય તો google માં સર્ચ કરવાથી આપણી સામે તમામ માહિતી આવી જાય છે.આજે google લગભગ સચોટ પરિણામ આપનાર એક માત્ર વિશ્વસનીય સર્ચ એન્જીન પ્લેટફોર્મ છે.આમ google એ આપણા માનવ જીવન ઉપર ખૂબ જ અસર કરી છે.google ના કારણે માનવ જીવન સરળ બની ગયું છે.તમામ માહિતીઓ પળભર માં મળી રહે છે.

હવે આપણે google વિષે થોડુંક વધારે જાણવાની કોશિશ કરશું. 

What is google? About Google


Google વિશે રસપ્રદ માહિતી

➡️google ની શરૂઆત 4 સપ્ટેમ્બર 1998 માં થઈ હતી. તેની શોધ લેરી પેજ અને સર્જે બિન નામના વ્યક્તિએ કરી હતી.


➡️Google નું હેડ ક્વાર્ટર માઉન્ટેન વ્યુ કેલિફોર્નિયા અમેરિકામાં આવેલું છે.


➡️ Google કંપની નો માલિક આલ્ફાબેટ ઇન્ક (Alphabet inc) છે.Google આ કંપની ની અંડર માં કામ કરે છે.તેની શોધ 2015 માં થઈ હતી.


➡️આપણા માટે ગૌરવની ની વાત છે કે Google કંપની ના CEO સુંદર પીચાઈ છે, જે મૂળ ભારતીય (ચેન્નઈ ) છે.વિશ્વ ની દિગજ કંપની ના CEO તરીકે ભારતીય માટે ગૌરવ ની વાત છે.


➡️Google નું પ્રથમ નામ "Backrub" રાખવામાં આવ્યું હતું.


➡️Google માં દર મિનિટે 20 લાખ સર્ચ થાય છે.


➡️Google માં દર વર્ષે 20 લાખ લોકો નોકરી માટે અરજી કરે છે.


➡️તમને જાણીને આશ્ચર્ય થશે કે Google કંપનીના સ્ટાફ ના 40% સ્ટાફ કોલેજ (ગ્રેજ્યુએશન) પૂર્ણ કરેલ નથી.Google માને છે કે જીવનમાં ઊંચી સફળતા મેળવવા માટે કોલેજ (ડિગ્રી) નહીં પણ સ્કિલ ઉપયોગ માં આવે છે.


➡️Google નું શરૂઆતમાં નામ googal હતું પરંતુ સ્પેલિંગ મિસ્ટેક ના કારણે Google થઈ ગયું હતું, જે આજદિન સુધી હયાત છે.


➡️Google ની વેબસાઈટ google.standford.edu નામના ડોમેન પર ચાલતી હતી.ત્યારબાદ 15 સપ્ટેમ્બર ના રોજ નવું ડોમેઈન Google.com  આપવામાં આવ્યું.


➡️Google ની મુખ્ય  કમાણી નું સાધન જાહેરાતો છે.તે તેની 90℅ કમાણી જાહેરાતો દ્વારા કરે છે.


➡️Google નું પ્રથમ કોમ્પ્યુટર એક લિગોના રમકડામાંથી બનાવવામાં આવ્યું હતું.


➡️Google ના આખા વિશ્વમાં કુલ 17 ડેટા સેન્ટર છે.


➡️Google ના "I am filling lucky" બટનથી કંપની ને દર વર્ષે 11 કરોડ ડોલર ની ખોટ થાય છે.


➡️Google પર્યાવરણ વિષે ખૂબ જ સભાન કંપની છે.તે તેના હેડ ક્વાર્ટર ના કમ્પાઉન્ડમાં ઉગતા ઘાસને કાપવાના બદલે બકરીઓ ભાડે રાખીને તેમાં ચારે છે, તેનાથી ઘાસ પણ કપાઈ જાય છે અને બકરીઓને ઘાસ પણ મળી રહે છે.


➡️GOOGLE દરેક દિવસને અનોખું મહત્વ આપે છે.Google ડુડલ દ્વારા દર દિવસે અનોખું ડુડલ બનાવીને હોમ પેજ પર રાખે છે.


➡️એક સર્વે અનુસાર ગુગલ ના સ્થાપક લેરી પેજ અને સેર્જે એ google ને માત્ર 10 લાખ ડોલરમાં કંપની વેચવા નકી કર્યું હતું, પણ કોઈ ખરીદનાર ના મળતા કંપની વેચવાનું મોકૂફ રાખ્યું હતું.આજે Google કંપની ની કિંમત 300 અબજ ડોલર થી વધારે છે.


➡️Google ના સ્થાપક લેરી પેજ અને સેર્જે ને પોતાના પ્રાઇવેટ જેટ વિમાન ને લેન્ડ કરવા માટે નાસાના રનવે નો ઉપયોગ કરવા દેવામાં આવે છે.આ એક ગર્વની વાત કહેવાય કેમ કે અમેરિકાના રાષ્ટ્પતિ બાદ Google ના સ્થાપક લેરી પેજ અને સેર્જે ને આ દરજ્જો મળેલો છે.


➡️Google ની નેટ રેવન્યુ 18,169 કરોડ ડોલર છે.


➡️Google US શેર બજારમાં NASDAQ ના નામે લિસ્ટેડ થયેલ છે.


➡️Google કંપની માં કુલ 54,604 કર્મચારીઓ છે.


➡️Google ની ઉપકંપનીઓ નીચે મુજબ છે

Google My Business

Google Maps

Youtube

Gmail

Google chats

Google Ads

Google Photos

Blogger

Jamboard

Google One

Google Flight

Google Shopping

Admob

Google Adsense

Google Analytics

Google Domain

Google Web Designer

Google Search Console

Google Tag Manager


Conclusion

હવે તમે આખો લેખ વાંચ્યા બાદ તમે google શુ છે? અને તે શું કરે છે તેના વિશે માહિતી મળી ગયી હશે.અમારો હેતુ તમને રસપ્રદ માહિતો આપવાનો છે તો સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. આ લેખ વિશે કોઈ પ્રશ્ન યા સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.અમે તમારી સમસ્યા નો હલ કરવાની પૂરતી કોશિશ કરશું.વધું માં અમારા બ્લોગ ને Follow તથા Subscribe કરવાનું ભુલશો નહીં જેથી અમારા દરેક પોસ્ટ ની માહિતી તમારા મેલ આઇડી દ્વારા મળી રહેશે.

                    અમારા આ લેખો પણ વાંચો.

➡️ What is IPO? IPO એટલે શું?

➡️What is Share Market? શેર બજાર શુ છે?

➡️No Money સાથે બિઝનેશ કેવી રીતે શરૂ કરવો?

➡️તમારા સંતાન ને કેવા પ્રકારનું નાણાંકીય શિક્ષણ આપશો?

અમારો આર્ટિકલ પસંદ આવે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.😇


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો