What is blog? બ્લોગ ની આખી સમજ ગુજરાતીમાં

 બ્લોગ એટલે શું?

આપણે ગૂગલ ની ઓનલાઈન દુનિયામાં ડોકું નાખીએ તો આપણ ને ઘણી બધી માહિતી મળી જાય છે.આપણે ગૂગલ માં કઇ પણ સર્ચ કરીયે તો તેના હજારો પરિણામ આપણ ને તેના પેજ પર મળી જાય છે.આ બધા પરિણામો નો સ્ત્રોત બ્લોગ છે.ધારો કે આપણે ગૂગલમાં સર્ચ કરીયે કે "ઘરે બેઠા ઓનલાઈન પૈસા કેવી રીતે કમાય?" તો ગૂગલ આપણ ને તેના પેજ પર કેટલાય પરિણામો આપે છે.આપણે સર્ચ કરેલા ની ગૂગલ તેના કી વર્ડ ની મદદ થી આપણ ને માહિતી આપે છે.આપણે જે પણ કાઈ સર્ચ કર્યું એ ગુગલે પહેલે થી જ કાઈ લખેલું નહોતું અથવા તમારા માટે ગૂગલ જવાબ લખવા બેસતું નથી પણ ગૂગલ આપણા જેવા જ બ્લોગર દ્વારા પહેલે થી જ લખાયેલા આર્ટિકલ કે પોસ્ટ ને શોધીને ને અને સારી રેન્કની પોસ્ટને આપણી સમક્ષ મૂકે છે.અને આપણ ને આપણું પરિણામ મળી જાય છે.

What is blog?



હવે અહીંયા બ્લોગ ની વાત આવી છે તો તમને મનમાં વિચાર આવશે કે બ્લોગ એટલે વેબસાઈટ? ના બ્લોગ અને વેબસાઈટ માં ઘણો ફરક છે.વેબસાઈટ એ એક સર્વિસ આપનાર પ્લેટફોર્મ છે.ધારો કે તમારી પાસે કોઈ કમ્પની છે જે કોઈ વસ્તુ નું ઉત્પાદન કરે છે અથવા કોઈ સર્વિસ પ્રોવાઇડ કરે છે તેના માટે તમે એક વેબસાઇટ બનાવી શકો છો જેથી તમે તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ અન્ય લોકો સુધી પહોંચાડી શકો,પરંતુ બ્લોગ એ એક એવી વસ્તુ છે કે તે ઉત્પાદનો બહારની દુનિયામાં પ્રોત્સાહન આપવા માટે તમને મદદ કરે છે.તમે બ્લોગ દ્વારા ઉત્પાદનો કે પ્રોડક્ટ ની વિગતો ગૂગલમાં શેર કરો છો અને ગૂગલ તમારી આ વિગતો નો ડેટા સેવ કરીને રાખે છે જ્યારે કોઈ યુઝર તમારા ડેટા ને સંબધિત વસ્તુ સર્ચ કરે છે ત્યારે ગૂગલ તેને તમારા પ્રોડક્ટ ની વિગત ની માહિતી આપવાની કોશિશ કરે છે.અને યુઝર ને તેની માહિતી મળી જાય છે.આથી જ બ્લોગ વધારે પ્રચલિત અને લોકપ્રિય છે.

How to create blog?

બીજા શબ્દોમાં બ્લોગ ને વ્યાખિત કરીએ તો બ્લોગ એટલે ઈન્ટરનેટ પર લખાતું વિવિધ ઓનલાઈન કન્ટેન્ટ.જો તમે એક સારા લેખક હોય ,કવિ હોય અથવા તમને કોઈ પ્રોડક્ટ યા અન્ય કોઈપણ વસ્તુ વિશે લખવાનો શોખ થયો અને તમે આ તમારા લેખને ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ કરવા માંગો છો તો તેના માટે તમારે બ્લોગ ની જરૂર પડશે.સાદી ભાષામાં કહો તો બ્લોગ એટલે તમારી અંદર રહેલા તમારા પોતાના ગુણવતાસભર વિચારો ને બહાર લાવીને ઓનલાઈન રીતે લોકો સુધી પહોંચાડવાનો રસ્તો.બ્લોગ એ એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કંઈપણ લખી શકો છો અને તમે તમારા વિચારો ને જન જન સુધી પહોંચાડી શકો છો.પરંતુ આના માટે પણ તમારે કોઈ એક વિષય પસંદ કરવો પડશે જેમાં તમે વધારે નિપુણ હોવો.જે વિષય માં તમારું નોલેજ વધારે હોય , જે વિષય ય વસ્તુ ની અંદર તમે રિસર્ચ કરતા હોવો એને તમે તમારો પોતાનો કન્ટેન્ટ તરીકે પસંદ કરો.

બ્લોગ બનાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ છે જેવાકે 

Blogger

Wordpress

Website builder

Domain

Big Commerce

Shopify

Weebly

Wix

GoDaddy Website Builder

ઉપર ના તમામે તમામ પ્લેટફોર્મ દ્વારા તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો.પરન્તુ આ બધા પ્લેટફોર્મ ફ્રી નથી,કેટલાક પેઈડ છે જેની અમુક ટકા ફિસ ભરવાની હોય છે.પરંતુ હું તમને એવી માહિતી આપીશ કે જેમાં તમારે શરૂઆત માં એક પણ રૂપિયો ઇન્વેસ્ટ કર્યા સિવાય એક સારો બ્લોગ કેવિ રીતે બનાવી શકાય ? આની મદદ થી તમે એક સફળ બ્લોગર બની શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો.તમારી કમાણી ચાલુ થયા બાદ તમે પેઈડ સર્વિસ થી બ્લોગ સારો અને એટ્રેકટિવ બનાવી શકો છો.તો આપણે એક સારો વ્યવસ્થિત બ્લોગ બનાવવા માટે નીચે મુજબ ની પ્રોસેસ કરવી પડશે.


1.Sign up કરો

અહીંયા આપણે blogger.com ની વાત કરીએ તો બ્લોગર એ ગૂગલ નું એક પ્લેટફોર્મ છે જેના પર આપણે આપણો બ્લોગ બનાવી શકીએ છીએ.આના માટે તમારું ગૂગલમાં એકાઉન્ટ હોવું જોઈએ.તેમાં sign up કરીને તમે બ્લોગ બનાવી શકો છો.


2.ટાઇટલ પસંદ કરો

તમારા બ્લોગ ને ખૂબ સારો એટ્રકટિવ બનાવવા માટે તમારે ટાઇટલ ખૂબ સારું પસંદ કરવું પડશે. જેટલું વધારે એટ્રકટિવ ટાઇટલ હશે એટલી વઘારે ટ્રાફિક મળવાની શક્યતા છે.ટ્રાફિક એટલે તમારી વેબસાઇટ વિઝિટ કરવા વાળની સંખ્યા.જો તમે સારો મજબૂત ટાઇટલ યા કન્ટેન પસંદ કર્યો હશે એટલી વધારે ટ્રાફિક મળવાની શક્યતા રહેલી છે.જેમ કે આજના સમયમાં ટેકનોલોજી, શિક્ષણ , રોજગાર ,બ્લોગ/વેબસાઈટ કે અન્ય ઓનલાઈન કામને લાગતું , લાઇફસ્ટાઇલ, ફિટનેસ,અર્થવ્યવસ્થા, રાજકારણ, વગેરે તમે તમારા ટાઇટલ તરીકે પસંદ કરવો જોઈએ.જેથી ભવિષ્ય માં તમારા બ્લોગ પાર સારો ટ્રાફિક મેળવી શકાય.પરંતુ કન્ટેન્ટ એવો પસંદ કરજો જેમાં તમે વધારે નિપુણ હોવો.જે વિષયમાં તમારું જ્ઞાન વધારે હશે,જે ફિલ્ડમાં તમારી રુચિ વધારે હશે એને પોતાનો ટોપિક કે કન્ટેનર બનાવી શકો છો.કારણકે જે તે વિષયમાં તમારું જ્ઞાન વધારે હોવાથી તમે એ ટોપિક વિશે વધારે ક્વોલિટી વાળું લખી શકો છો અને વધારે ટ્રાફિક જનરેટ કરી શકો છો.

Blogging tips


3.Domain/Hosting પસંદ કરો.

તમારા બ્લોગ ને મજબૂત અને વિશ્વાસુ બનાવા માટે આ એક અગત્યનું પાંસુ છે.જેમ પહેલાના જમાના માં ટપાલ મોકલવા માટે વ્યક્તિ અને તેના સરનામાં ની જરૂર પડતી એવી જ રીતે હાલના ડીજીટલ યુગમાં બ્લૉગ માટે hosting અને domain ની જરૂર પડે છે.Hosting એટલે જે ભાઈ ને ટપાલ મોકલવી છે તેનું નામ અને અને domain એટલે તે ભાઈ ને ટપાલ ક્યાં મોકલવી છે તેનું સરનામું.મારા બ્લોગ નું નામ  Princedevloper.blogspot.com છે જેમાં princedevloperhost નામ છે અને blogspotdomain છે.કોઈપણ વેબસાઈટ ની પાછળ લાગતા .com , .in , .org વગેરે ડોમેઈન છે જે પેઈડ છે જેનો અમુક ટાકા ગૂગલ એ ચાર્જ રાખેલો હોય છે.તમે અલગ અલગ પ્લાન પસંદ કરીને ડોમેઈન લઇ શકો છો.


4.લાંબા લખાણ વાળી અનેં ક્વોલિટી વાળી પોસ્ટ લખો

આ પણ એક અતિ આવશ્યક મુદ્દો છે.જો આપણું લખાણ અથવા આપણી પોસ્ટ લાંબી અને ઉચ્ચ કક્ષાની નહીં હોય તો ગુગલ એડસેન્સ એપ્રુવ જલ્દી નહીં મળે.અલગ અલગ બલોગ પર કેટલાય લોકો એ કંઇક ને કંઇક તો લખેલું જ હશે એટલે આપણે શું લખવા માંગીએ છીએ તે ટોપિક પર ક્વોલિટી વાળું લખવાનો પ્રયાસ કરો.પછી એ ટોપિક પાર ભલે પહેલાથી જ લખાઈ ચૂક્યું હોય.તમે તમારા પોતાના જ્ઞાન અને રિસર્ચ ના આધારે એ ટોપિક પર વધારે એથી વિશેષ તથ્ય લખવાનો પ્રયાસ કરો.તમે વિચારો કે આખા ભારતમાં ક્રિકેટ તો કેટલાય જના રમેં છે પરંતુ સચિન ,ધોની અને વિરાટ તો એક જ બને છે એમ તમે પણ એક જ બની રહેવા સંઘર્ષ કરો અને તમારા ટોપિક કે વિષય ને વળગી રહો.તમે એવી પોસ્ટ લખો કે લોકો તમારા બ્લોગની વારંવાર વિઝિટ કરવા ટેવાય.માટે તમે સારા ક્વોલિટી વાળા લખાણ કે પોસ્ટ લખશો તો તમારો ઓડિયન્સ જળવાય રહેશે ,તમારા ફોલોઅર્સ વધશે અને તમારી વેબસાઈટ માં સારો ટ્રાફિક પણ જળવાઈ રહેશે.

What is blog?


5.શેર કરો.

તમારા બ્લોગ માં ટ્રાફિક વધારવા માટે જો સૌથી મહત્વનું પરિબળ હોય તો એ છે તમારી પોસ્ટ ને ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોસીયલ મીડિયા માં શેર કરવું.સોસીયલ મીડિયા માં જેટલું તમારું મોટું નેટવર્ક હશે એટલા વધારે તમારા બ્લોગ નો પ્રચાર થશે અને વધારે ટ્રાફિક જનરેટ થશે.પહેલા તો ઓર્ગેનિક ટ્રાફિક ના ધ્યેય થી ચાલવું પણ શરૂઆત માં એ શકય નથી એટલે પહેલા તો લિંક એવા માણસો ને મોકલવી જે લોકો તમારી પોસ્ટ ને ખરેખર વાંચશે.જેમને આર્ટિકલ વાંચવા ગમે છે એમને જ મોકલો.પણ આ માટે તમારે દરરોજ અપડેટ રહેવું પડશે.


ઉપર જણાવ્યા મુજબ જો બ્લોગ બનવવા માટે આટલા પાસા ને ધ્યાનમાં રાખીને બ્લોગ બનાવશો તો ભવિષ્યમાં તમારા બ્લોગમાં ખૂબ સારો ટ્રાફિક મલી શકે છે.આના માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. સતત અપડેટ થતું રહેવું પડશે.તમાંરો બ્લોગ સારો એવો બની જાય પછી 10-15 સારા કન્ટેન્ટ વાળી પોસ્ટ અપલોડ કરી દો.સારું ટ્રાફિક જામ થવા માંડે તો પછી જલ્દીથી ગૂગલ એડસેન્સ માટે એપ્લાય કરી દો.ગૂગલ એડસેન્સ ની મદદ થી તમે બ્લોગથી સારી કમાણી કરી શકો છો.પરંતુ એનાં માટે તમારે 6 મહિના સુધી વેઇટ કરવો પડશે.ગુગલ તમારી સાઈટ રીવ્યુ કર્યા બાદ જ અને સારો ટ્રાફિક જનરેટ થતો હશે તો જ ગુગલ એડસેન્સ માટે એપ્રુવ આપશે. માટે ઉપર માં મુદ્દાઓ ધ્યાનમાં રાખની ચાલશો તો તમને સારા બ્લોગર બનતા કોઈ નહીં રોકી શકે.


આશા રાખું છું કે તમને આ અમારો આર્ટિકલ પસંદ આવશે. અમારા આ આર્ટિકલ ને આગળ શેર કરવાનું ભૂલતા નહીં

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો