About us

🅚🅐🅜🅛🅔🅢🅗


          હેલ્લો, Tech નો સાથી માં હું  
Kamlesh Parmar  આપનું સ્વાગત કરું છું.

હું  એક બ્લોગર અને સિવિલ એન્જિનિયર છું, અને   www.technosathi7.blogspot.com અને www.princedeveloper.blogspot.com નો સ્થાપક છું. હું બાંધકામ (સિવિલ એન્જિનિયર) ના ક્ષેત્રનો છું, પરંતુ મને વેબસાઇટ્સ બનાવવાનું અને બ્લોગ્સ લખવાનું પસંદ છે. જે તે સમયે મારો ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝુકાવ હતો, એટલે ટેકનોલોજી ક્ષેત્રમાં મને અભ્યાસ કરવો અને તર્કશાસ્ત્રનું ચિંતન કરવું ગમે છે.

સત્યનો સ્વીકાર અને અસત્યનો ત્યાગ

હું લોકોને બ્લોગિંગ માટે પ્રેરિત કરવા, શીખવા અને કાર્યરત થવા પ્રોત્સાહિત કરું છું, પછી ભલે તેઓ પૈસા અથવા શોખ માટે બ્લોગિંગ કરે. Technosathi7[1] આ વેબસાઇટનો હેતુ ગુજરાતી માં વર્ડપ્રેસ બ્લોગિંગથી સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ વેબસાઇટ તે બ્લોગર્સ માટે બનાવવામાં આવી છે, જે વેબસાઇટ બનાવવા અને બ્લોગ લખવા માંગે છે.

જે પણ બ્લોગિંગ દ્વારા તેમની પોતાની વેબસાઇટ બનાવવાની ઇચ્છા રાખે છે, તેમને આ શીર્ષ ગુજરાતી લેખ વાંચવા માટે પ્રોત્સાહિત કરું છું.આ ઉપરાંત આ બ્લોગમાં તમને ટેક્નોલોજી, શિક્ષણ, બિઝનેશ ના અવનવા આઈડિયા, ઓનલાઈન પૈસા કેવી રીતે કમાઈ શકાય , શેર બજાર વગેરે બાબતો ની માહિતી મળી રહેશે.

વધુ માહિતી માટે નીચે આપેલા સોશિયલ એકાઉન્ટ ફોલોવ કરવા વિનંતી.

આજનો માણસ 21મી સદી નો માણસ છે.વિજ્ઞાન ને આજે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ હરણફાળ ભરી છે ત્યારે દરેક માણસે આ દરેક ટેકનોલોજી સાથે કદમ મિલાવી ને ચાલવું પડે છે.જો આપણે ટેકનોલોજી સાથે કદમ થી કદમ મિલાવીને નહીં ચાલીએ તો આપણે આજના યુગમાં નહીં ચાલીએ,આપણે ક્યાંય ફેંકાઈ જસુ.સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ ની શોધ બાદ તો જાણે આખી દુનિયા આપણા હાથમાં આવી ગયી હોય એવું લાગે છે.આજે આપણે ફોન માં ઈન્ટરનેટ દ્વારા ઘરે બેઠા બેઠા દુનિયા ના ખૂણે ખૂણા ની માહિતી મેળવી શકીએ છે.જેમ જીવનમાં સુખ અને દુઃખ એમ એક સિકા ની બે બાજુ છે એમ ટેકનોલોજી પણ માનવી ના જીવન ને શાપ/અભિશાપ એમ એક સિક ની બે બાજુ છે.ટેકનોલોજી ના જેટલા ફાયદા એનાથી પણ ભયાનક એના ગેરફાયદા છે પણ જો ટેકનોલોજી નો સાચો ઉપયોગ ન કરવામાં આવે તો.હું તમને આ માધ્યમ થી ટેકનોલોજી ની માનવજીવન ઉપર સુ અસર થાય અને ટેકનોલોજી માનવી નું જીવનધોરણ/જીવનશૈલી ઊંચી લાવવામાં સુ ભૂમિકા ભજવે છે તેના વિશે વિસ્તારમાં માં વાત કરીશ.

આભાર 
 Er.Kamlesh Parmar

ટિપ્પણીઓ