Share market tips શેર બજારમાં નવા આવેલા મિત્રો માટે સલાહ

Share market tips, stock market fundamental, stock market tips and tricks india stock market tips free,stock market tips today free,stock market tips and tricks for beginners,the best stock market tips


હેલો મિત્રો આજના નવા આર્ટિકલ માં તમારું સ્વાગત છે.આજના આ લેખ માં આપણે શેર બજાર માં જે નવા આવેલા માણસો છે જેમને શેર બજાર વિશે કશું પણ જ્ઞાન યા માહિતી નથી તેના માટે હેલ્પફુલ લેખ છે.આ લેખ માં આપણે શરૂઆતના સ્ટેજ માં શેર બજાર માં રોકાણ કરતા પહેલા શુ શુ કરવું જોઈએ અથવા કઈ કઈ માહિતી મેળવવી જોઈએ તેના વિશે જાણશુ.તમે શેર બજાર માં પગ મુકશો એટલે તમને કેટલાય નવા નિશાળીયા મળશે જે કહેવાય ને કે "અધુરો ઘડો છલકાય ઘણો" ની કહેવત વાળા ઘણા માણસો મળશે.માર્કેટમાં તમને એવા પણ માણસો મળશે કે જેમને નુકસાન ખાઈને બેઠા છે પરંતુ તમને મોટિવેશન સ્ટોરી સંભળાવીને ભ્રમિત કરશે.આપને આવા માણસો ની વાતો આવવાનું નથી.ઉલટાનું આ બધાનું સાંભળી ને પરંતુ આપણું પોતાનું રિસર્ચ કરીને, દરેક કંપની નો ડેટા એકત્ર કરીને પછી જ આગળ વધાવનું છે .તો ચાલો હોવી આગળ વધીએ કે આપને એવા ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખવા પડશે જે આપણ ને શેર બજારમાં એક સફળ ઇન્વેસ્ટર બનાવી શકે અને આગળ વધારી શકે તો ચાલુ કરીએ કોઈપણ પ્રકારની રોકટોક કર્યા વગર તો મિત્રો આખો લેખ નીચે સુધી વાંચજો.



➡️સૌથી પહેલા તો તમે કોઇ 1 કંપની પસંદ કરો.આ કમ્પની તમે કોઈપણ સેક્ટર નો પકડી શકો છો જેમ કે ઓટોમોબાઇલ, રિયલ એસ્ટેટ, ફાર્મા, ઓઇલ, IT વગેરે કોઇપણ ક્ષેત્રની કંપની તમે પસંદ કરી શકો છો.1 કંપની પસંદ કરવાનું એટલા માટે કહું છું કે આમાં તમારું ધ્યાન ભંગ નહીં થાય અને તમે માત્ર એક જ કંપની ના ડેટા પર ધ્યાન રાખીને એના પર નજર રાખી શકશો.ઘણી જાજી બધી કંપનીઓ પસંદ કરશો તમે ધાર્યું પરિણામ નહીં મળે.માટે કોઈ એક કંપની પસંદ કરીને તેના વિશે માહિતી એકત્ર કરવાનું ચાલુ કરી દો.


➡️હવે આપણે કંપની તો પસંદ કરી દીધી પણ તેમાં શું શું જોવું એના વિશે થોડો પ્રકાશ પાડી દઈએ.દરેક કંપની પોતાનો વાર્ષિક, છમાસિક અને 

ત્રિમાસિક અહેવાલ બહાર પાડતી હોય છે તેનો પૂરેપૂરો અભ્યાસ કરવો.આ વાર્ષિક અહેવાલ 1 માર્ચ થી 30 એપ્રિલ સુધીનો આવે છે.આ વાર્ષિક રિજલ્ટ દર 3 મહિને એટલે કે ક્વાર્ટર માં આવે છે.આમ આખા વર્ષમાં માર્ચ, જૂન , સપ્ટેમ્બર, ડિસેમ્બર એ આ કંપનીઓ વાર્ષિક રિજલ્ટ બહાર પાડતી હોય છે એનો અભ્યાસ કરવો.આ અહેવાલ માં કંપની કેટલો વિકાસ કારી રહી છે, કેટલું નુકસાન કરી રહી છે, વગેરે ની માહિતી હોય છે તેનો પૂરતો અભ્યાસ કરવો.


➡️આપણે પસંદ કરેલી કંપની  એ કંઈ ઇન્ડસ્ટ્રી ની કંપની છે એ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે.મતલબ એ કંપની રિયલ એસ્ટેટ, ફાર્મા , information technology, agro, ઓટો, વગેરે ક્યાં સેક્ટર ની છે તે પણ ખૂબ અગત્ય છે. શેર બજાર માં રોકાણ કરતા પહેલા કંપની નું સેક્ટર જાણવું ખૂબ જ અગત્યનું છે.કંપની ના સેક્ટર પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે ભવિષ્યમાં આ કંપની નો વિકાસ કેવો રહેશે મતલબ ફાયદા માં રહેશે કે નુકસાન માં તેનો એમુક અંશે અનુમાન લગાવી શકીએ છીએ. જોકે આ અનુમાન કંપની ના રીસર્ચ કરીને જ લગાવવા જોઈએ.જેમ કે હાલ પેટ્રોલ ડિઝલ ના ભાવ વધવાના કારણે તેમજ પ્રદુષણ વધવાના કારણે ઇલેક્ટ્રિક વાહનો ની માંગ વધી છે તો ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ માં તેજી આવી શકે એ સ્વાભાવિક છે.માટે આવી નાની નાની વાતો નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેથી ભવિષ્યમાં આપને રોકાણ કરેલા પૈસા નું યોગ્ય વળતર મેળવી શકીએ.


➡️સૌથી ખાસ મુદ્દો આ છે કે આપણે જે સેકટર ની કંપની પસંદ કરી  છે તે સેક્ટર માં શુ શું ચાલે છે એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે.મતલબ એનો Nifty અને સેન્સેક્સ જોવો.તમે જોતા હસો કે ટ્રેડિંગ માં ટોપ માં Nifty 50 અને SenSex એમ 2 વસ્તુ બતાવતા હોય છે.તેમાં ટોપ 50 કંપની ના દિવસ દરમિયાન ના ઉતાર ચઢાવ બતાવતા હોય છે

એનો નિફ્ટી જેવો ઇન્ડેક્સ હોય તો એ જોવો.આપણે જે સેક્ટર ની કંપની પસંદ કરી હૉય તે સેક્ટર નો નિફ્ટી ઈન્ડેક્સ જોવો.

દા. ત. Nifty It (IT કંપની નો)

          Nifty Auto 

          Nifty banking વગેરે....


➡️આપણે રેગ્યુલર રોકાણ કરેલ કંપની માં શું ચાલે છે એની પર્સનલ વેબસાઈટ માં જોવું.એની પર્સનલ વેબસાઇટમાં investors કરી ને એક સેક્શન હોય એમાં પણ નજર મારતા રહેવું.


➡️આપણે જે પસંદ કરેલ જે સેકટર છે એમા આખા સેકટરમાં  માં કેમ ચાલે છે શું થાય છે વગેરે પર નજર રાખવી.


➡️પસંદ કરેલ કંપની નો હમેશા ચાર્ટ જોતું રહેવું.

જેમાં કેન્ડલ ચાર્ટ નો જ ઉપયોગ કરવો.શેરબજારમાં, લાલ કેન્ડલ નો  અર્થ છે કે શેર વેચાઈ રહ્યો છે અને લીલી કેન્ડલ નો અર્થ છે કે સ્ટોક ખરીદવામાં આવી રહ્યો છે.


કેન્ડલ ચાર્ટ વિશે શીખવા માટે મને ગમતી વિડિયો લીસ્ટ બનાવી છે જે નીચે મુજબ છે.


➡️https://youtube.com/playlist?list=PLxNHpNhDaEFIZwO9g_q5JDibAiq5dFkpg


➡️શેર માર્કેટ શીખવા માટે તમે બે રીત અપનાવી શકો છો, એક છે ટેકનિકલ એનાલિસિસ અને બીજી છે ફન્ડામેન્ટલ એનાલિસિસ. તકનીકી વિશ્લેષણ હાલમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે કારણ કે તે શીખવામાં સરળ અને અસરકારક પણ છે. બીજી રીત છે ફન્ડામેન્ટલ એનાલિસિસ, જે શીખવા માટે તમારી પાસે થોડી કોમર્સ બેકગ્રાઉન્ડ હોય તો સારું છે.


➡️કોઈ ની ટીપ પર ભરોસો નાં કરવોજેટલું બને એટલું જાતે મહેનત કરીને ખુદ રીસર્ચ કરીને ને જ તેમજ એનાલિસિસ કરીને જ શેર ખરીદવા.નહીંતર જોખમ થઈ શકે છે.મતલબ જાતે થાય એટલું રિસર્ચ કરવું.


➡️ સો જન નું સાંભળી ને મન કે એમ તેમજ  ચાર્ટ જેમ બતાવે એમ કરવું.


➡️વિદેશી બજાર પણ આપણા શેર બજાર માં એક મહત્વ નો રોલ પ્લે કરે છે એટલે અમેરિકા નાં તથા બીજા દેશ નાં માર્કેટમાં શુ   ચાલે એ પણ નજર માં રાખવું જોઈએ.

એના માટે એક એપ છે જે વિદેશી બજાર સારી રીતે જાણવા માટે તમને મદદરૂપ થશે.તેની લિંક નીચે આપેલી છે.


➡️

https://play.google.com/store/apps/details?id=com.fusionmedia.investing


➡️બીજી એક Money Control નામની  એક  ઉપયોગી એપ તેનો ઉપયોગ કરવો.આ એપમાં તને દરેક વસ્તુ ની બારીકાઈ થી વિશ્લેષણ આપેલું હોય છે જે તમને શેર પસંદ કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.આ એપમાં ફંડામેન્ટલ અને ટેક્નિકલ એનાલિસિસ બને તેમજ બીજી ઘણી બધી માહિતી આપેલી હોય છે.બધી જ વસ્તુ ઓ ને  એક એક વસ્તુ કરીને સમજવી જેથી સહેલાઈથી સમજાય અને જો તો પણ ના સમજાય તો આખરે Youtube નો સહારો લેવો.નાં સમજાય એને YouTube માં સર્ચ કરી જાતે જાણવું એટલે લાઇફ માં આગળ કામ લાગે.


➡️કોઈ દિવસ 1 લાખ ટકા પાકું હોય  તો પણ intraday માં નાં પડવું કારણ કે એમાં તમારે નફો હોય કે નુકશાન 3 ને 10 મિનિટે બપોરે પોઝિશન સ્કેવર ઓફ કરવું જ પડે, જો તમે નાં કરો તો બ્રોકર કંપની વાળા કરી જ નાખે જેમાં તમને નુકશાન પણ આવી શકે છે.


➡️ Intraday  ટ્રેડિંગ માં ઘણા લોકો ધોવાઈ ગયા છે રાતો રાત કરોડપતિ થવાના ચકર માં એટલેIntraday ટ્રેડિંગ કરવાના બદલે લાંબા ગાળાનું રોકાણ કરવું. ડિલિવરી માં લેવાનું રાખવું.લાંબા ગાળાનું રોકાણ હંમેશા ફાયદાકારક જ હોય છે.


➡️બીજું ખાસ એ ધ્યાનમાં રાખવું કે ટ્રેડિંગ હંમેશા stop loss સાથે કરવું.જેથી નુકશાન થી બચી શકાય.


➡️ મોંઘો શેયર ઓછા આવે એમાં પોસાસે કારણ કે એમ જોખમ નથી જયારે પેની સ્ટોક માં ઓછું પડવાનું રાખવાનું.પેની સ્ટોક માં કોન્ટીટી વધારે આવે છે પરંતુ આપણે ક્વોન્ટીટી નહીં પરંતુ ક્વોલિટી જોવાની છે.ક્વોન્ટીટી ઓછી હશે તો ચાલશે પણ ક્વોલિટી સારી હોવી જોઈએ.

દા. ત. રિલાન્સ કંપનીનો 1 હસે કે વોડાફોન આઈડિયા નાં 100 શેર  

Rs. માં કદાચ ફેર પડે પણ ટકા માં એટલો બધો દેખાય નહિ ફેર


➡️ઓછું લો પણ રિસ્ક વગર નું મોંઘુ અને સારું લો.


➡️ પેની સ્ટોક 10 પૈસા 1 રૂપિયા વાળા માં જેમ બને તેમ ઓછું  પડવું.કદાચ 1 rs na 20-25 Rs થાય એમ હોય તથા ઉપર જવા માંડ્યો હોય તો  

ફાઇનાન્સિય રીજલ્ટ સારા આવા માંડે તો જ લેવાય.બાકી આવાથી દૂર રહેવું સારું.



➡️દરરોજ પોતાને અપડેટ રાખવા એના માટે સમાચાર શેયર બજાર નાં કાયમ જોતા રહેવું. ક્યાં શું થાય છે એની માહિતી રાખવી પણ જરૂરી છે.તેના માટે ભારતમાં બે સૌથી મોટી ન્યુઝ ચેનલ છે.

 

Zee business

CNBC Awaz


ગુજરાતી માં એક ચેનલ છે જે

CNBC અવાજ ગુજરાતી ના નામે છે.આમ તમને ગુજરાતી ભાષામાં બધી માહિતી મળી રહેશે.

અંગ્રેજી માં પણ એક Economic time app નામની  વેબસાઈટ છે જે એનલીસ કરવા માટે કામ લાગશે.


➡️મની કન્ટ્રોલ એપ નો ઉપયોગ ખાસ કરવો.



➡️Stockedge એપ નો ઉપયોગ પણ ખાસ કરવો.


Stockedge App

https://play.google.com/store/apps/details?id=in.stockedge.app


ઇકોનોમિક ટાઈમ્સ ની એપ

https://play.google.com/store/apps/details?id=com.et.market



➡️શેયર એનલિસ ટોટલ બે પ્રકારના હોય છે.

1 fundamental Analysis

2 technical Analysis


ફંડામેન્ટલમાં  આવે કંપની ની આવક વગેરે.

વધારે પડતું લાંબા ગાળાના રોકાણ માટે જોવા માં આવે છે


ટેક્નિકલ એનાલિસિસ માં ભાવ ની ચાલ વગેરે આવે છે.

જેમાં ચાર્ટ અને તેની પેટર્ન.ચાર્ટ  એક આખી ભાષા છે ચાર્ટ પેલા j કઈ દેશે કે તેજી થશે કે મંદી એટલે એની ઉપર લિંક આપી દીધી છે એમાં થી જોવું

અને જો હજીયે અસંતોષ લાગે તો હજુ candelstic Patten hindi એમ યૂટ્યુબ માં જઈ જોવું જાણવું  અને પ્રેક્ટિસ કરવી.


➡️બીજું કે Indecaters Charts કૅન્ડલસ્ટિક પેટર્ન અને ટ્રેન્ડ લાઇન પણ જાણી શકાય છે. જ્યારે પ્રતિકાર અથવા સમર્થન તૂટી જાય છે, ત્યારે પણ ભાવમાં ઝડપી ચળવળ જોવા મળે છે.Indicaters chart સમજવા માટે નીચેના વેબ માં સર્ચ કરીને જાણી લેવી


  1. RSI
  2. Pivot 
  3. MACD
  4. Moving Average (SMA)
  5. EMA (મારુ એક ફેવરાઇટ)
  6. bolinger band
  7. super trend


વધુ જાણકારી માટે નીચે લિંક જોવો.


https://youtube.com/playlist?list=PLxNHpNhDaEFKBbevR6wFc-4rMaFmd5tbc


➡️આ બધા વિશે જાણ્યા પછી લાઈવ બજાર માં આવી ને જોવાનું. જોવાનું ક્યાં શું થાય છે શું નહિ થતું.


➡️પ્રેક્ટિસ ફૂલ કરવાની રાખવાની તેમજ સમજવાની કોશિશ કરવાની નાં સમજાય એ તરત YouTube માં જોવું.


➡️મે સબક્રાઈબ કરેલ ચેનલો જે ખરેખર શેર બજાર વિશે તમને ખૂબ જ માહિતીગાર કરશે.માટે આ ચેનલો ના વિડિઓ જવાનું ભૂલશો નહીં.


1.https://youtube.com/c/PushkarRajThakurOfficial


2.https://youtube.com/c/UpstoxOfficial


3.https://youtube.com/c/ZeeBusiness


4.https://youtube.com/c/KunalSaraogichannel


5.https://youtube.com/c/rachanaphadke


6.https://youtube.com/c/SunilMinglani


7.https://youtube.com/c/cnbcawaaz


8.https://youtube.com/c/5paisa


9.https://youtube.com/c/TechnicalAnalysisinHindi


10.https://youtube.com/c/SanjivBhasin


11.https://youtube.com/c/Groww




➡️હું શેર બજાર એનાલિસિસ માટે ગુરુ માનું એ એક જ માણસ છે Anil singhvi જે 

Zee business ચેનલ ના હેડ છે.તેઓ ખુદ Zee business ની ચેનલ માં કાયમ ચાલુ બજાર માં કોમેન્ટરી  આપે છે અને ખુદ CA છે 30 વર્ષનો અનુભવ છે.


બીજું એક નામ છે IIFL નાં માલિક Sanjiv bhasin નું છે.તેમના વિડિઓ પણ જોતા રહેવું ઘણું શીખવા મળી શકે છે.


➡️શીખવા માં ફોકસ રાખવું

એક કલાક રોજ નક્કી કરવું કઈક શીખવું છે રોજ.આ માટે વોરેન બફેટ ના જીવન પર આધારિત પુસ્તક બેનજામીન ગ્રેહામ દ્વારા લેખિત વિશ્વપ્રસિદ્ધ પુસ્તક "ધ ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટર" પુસ્તક વાંચવું. શેર બજાર માં પાકા ખેલાડી બનવા માત્ર આ પુસ્તક તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.


➡️બજાર વિશે જાણવા 

એવું લાગે તો શીખતા શીખતા પ્રેક્ટિસ માટે કાગળ માં ટ્રેડિંગ કરવું

દા.t. લખવું આટલા વાગે આ તારીખે ટાટા મોટર્સ ના શેર  આટલા ભાવ એ લીધા પછી પાછા સાંજે લખવા આટલા માં આ શેર વેચ્યા.


➡️પેપર પર નફો કરવો પ્રેક્ટિસ માટે.

એટલે અંદાજો લાગે આપને  કેટલું શીખ્યા. એના પરથી કેમ ખોટા પડ્યા કેમ સાચા પડ્યા એ એનલિસ કરી શકાય.



➡️ખાસ નોંધ

👇👇👇

અનુભવ વગર intraday Treding call Put options કહેવાય છે.આખા ફ્યુચર નો લોટ એકી સાથે ના લેવો.કોઈ એક કંપની માં બધું ઇન્વેસ્ટ ના કરી દેવું પરંતુ અલગ અલગ કંપનીઓની પ્રોફાઈલ ચેક કરીને તેનુ એનાલિસિસ કરીને તેમાં ઇન્વેસ્ટ કરવું.



➡️સૌથી અગત્યનો મુદ્દો કે ધીમે ધીમે કમાવાનું પણ જોખમ ઓછું લેવાનું 5-10 વર્ષ નો અનુભવ હોય ત્યારે જ જોખમ મોટા લેવાય.મોટા ભાગે ડેલેવરી ટ્રેડ જ  કરવાનો આગ્રહ રાખવો મતલબ લાંબા ગાળાનું રોકાણ કરવું.intraday ટ્રેડિંગ નો મોહ રાખવો નહીં.રાતોરાત કરોડપતિ બનવાની આશા રાખવી નહીં.રાતોરાત કરોડપતિ બનવાની આશામાં જે હશે તે પણ ખોઈ બેસશો. માટે લાંબા ગાળાનું વિચારવાનું રાખવું.



➡️વિદેશી રોકાણ કાર


FII- foreign institutional investors


DII- Domestic institutional investors (ભારત નાં)


આ બંને મની કન્ટ્રોલ અને સ્ટોક એડજ એપ માં બતાવે છે.આ બંને એપમાં  6-7 વાગે અપડેટ આવે કે આજે કેટલા કરોડ ના શેર કોને એ વેચ્યું અન કોને ખરીદ્યું.

કાલ ની સરખામણી માં કેટલું કર્યું એ પણ જોવું જેના થી બીજા દિવસ ની બજાર ની ચાલ ખબર પડે.


➡️બીજું કે deal નામનું એક સેક્સન આવે છે સ્ટોક એડજ એપ માં એ પણ વાંચવું.કંઈ કંપની માં કેટલા હજારો કરોડ શેર કોણ સેલ અથવા કોણ buy કરે છે તે દરરોજ જોવાનો આગ્રહ રાખવો.જેનાથી માર્કેટ ની આગળ ની ચાલ નો અંદાજો લગાવી શકાય.


Thank You


અમારો આ આર્ટિકલ પસંદ આવે તો આગળ શેર કરવાનું ભુલશો નહીં.

What is blog? બ્લોગ ની આખી સમજ ગુજરાતીમાં

 બ્લોગ એટલે શું?

આપણે ગૂગલ ની ઓનલાઈન દુનિયામાં ડોકું નાખીએ તો આપણ ને ઘણી બધી માહિતી મળી જાય છે.આપણે ગૂગલ માં કઇ પણ સર્ચ કરીયે તો તેના હજારો પરિણામ આપણ ને તેના પેજ પર મળી જાય છે.આ બધા પરિણામો નો સ્ત્રોત બ્લોગ છે.ધારો કે આપણે ગૂગલમાં સર્ચ કરીયે કે "ઘરે બેઠા ઓનલાઈન પૈસા કેવી રીતે કમાય?" તો ગૂગલ આપણ ને તેના પેજ પર કેટલાય પરિણામો આપે છે.આપણે સર્ચ કરેલા ની ગૂગલ તેના કી વર્ડ ની મદદ થી આપણ ને માહિતી આપે છે.આપણે જે પણ કાઈ સર્ચ કર્યું એ ગુગલે પહેલે થી જ કાઈ લખેલું નહોતું અથવા તમારા માટે ગૂગલ જવાબ લખવા બેસતું નથી પણ ગૂગલ આપણા જેવા જ બ્લોગર દ્વારા પહેલે થી જ લખાયેલા આર્ટિકલ કે પોસ્ટ ને શોધીને ને અને સારી રેન્કની પોસ્ટને આપણી સમક્ષ મૂકે છે.અને આપણ ને આપણું પરિણામ મળી જાય છે.

What is blog?



હવે અહીંયા બ્લોગ ની વાત આવી છે તો તમને મનમાં વિચાર આવશે કે બ્લોગ એટલે વેબસાઈટ? ના બ્લોગ અને વેબસાઈટ માં ઘણો ફરક છે.વેબસાઈટ એ એક સર્વિસ આપનાર પ્લેટફોર્મ છે.ધારો કે તમારી પાસે કોઈ કમ્પની છે જે કોઈ વસ્તુ નું ઉત્પાદન કરે છે અથવા કોઈ સર્વિસ પ્રોવાઇડ કરે છે તેના માટે તમે એક વેબસાઇટ બનાવી શકો છો જેથી તમે તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ અન્ય લોકો સુધી પહોંચાડી શકો,પરંતુ બ્લોગ એ એક એવી વસ્તુ છે કે તે ઉત્પાદનો બહારની દુનિયામાં પ્રોત્સાહન આપવા માટે તમને મદદ કરે છે.તમે બ્લોગ દ્વારા ઉત્પાદનો કે પ્રોડક્ટ ની વિગતો ગૂગલમાં શેર કરો છો અને ગૂગલ તમારી આ વિગતો નો ડેટા સેવ કરીને રાખે છે જ્યારે કોઈ યુઝર તમારા ડેટા ને સંબધિત વસ્તુ સર્ચ કરે છે ત્યારે ગૂગલ તેને તમારા પ્રોડક્ટ ની વિગત ની માહિતી આપવાની કોશિશ કરે છે.અને યુઝર ને તેની માહિતી મળી જાય છે.આથી જ બ્લોગ વધારે પ્રચલિત અને લોકપ્રિય છે.

How to create blog?

બીજા શબ્દોમાં બ્લોગ ને વ્યાખિત કરીએ તો બ્લોગ એટલે ઈન્ટરનેટ પર લખાતું વિવિધ ઓનલાઈન કન્ટેન્ટ.જો તમે એક સારા લેખક હોય ,કવિ હોય અથવા તમને કોઈ પ્રોડક્ટ યા અન્ય કોઈપણ વસ્તુ વિશે લખવાનો શોખ થયો અને તમે આ તમારા લેખને ઈન્ટરનેટ પર પ્રસિદ્ધ કરવા માંગો છો તો તેના માટે તમારે બ્લોગ ની જરૂર પડશે.સાદી ભાષામાં કહો તો બ્લોગ એટલે તમારી અંદર રહેલા તમારા પોતાના ગુણવતાસભર વિચારો ને બહાર લાવીને ઓનલાઈન રીતે લોકો સુધી પહોંચાડવાનો રસ્તો.બ્લોગ એ એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે કંઈપણ લખી શકો છો અને તમે તમારા વિચારો ને જન જન સુધી પહોંચાડી શકો છો.પરંતુ આના માટે પણ તમારે કોઈ એક વિષય પસંદ કરવો પડશે જેમાં તમે વધારે નિપુણ હોવો.જે વિષય માં તમારું નોલેજ વધારે હોય , જે વિષય ય વસ્તુ ની અંદર તમે રિસર્ચ કરતા હોવો એને તમે તમારો પોતાનો કન્ટેન્ટ તરીકે પસંદ કરો.

બ્લોગ બનાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ છે જેવાકે 

Blogger

Wordpress

Website builder

Domain

Big Commerce

Shopify

Weebly

Wix

GoDaddy Website Builder

ઉપર ના તમામે તમામ પ્લેટફોર્મ દ્વારા તમે તમારો પોતાનો બ્લોગ બનાવી શકો છો.પરન્તુ આ બધા પ્લેટફોર્મ ફ્રી નથી,કેટલાક પેઈડ છે જેની અમુક ટકા ફિસ ભરવાની હોય છે.પરંતુ હું તમને એવી માહિતી આપીશ કે જેમાં તમારે શરૂઆત માં એક પણ રૂપિયો ઇન્વેસ્ટ કર્યા સિવાય એક સારો બ્લોગ કેવિ રીતે બનાવી શકાય ? આની મદદ થી તમે એક સફળ બ્લોગર બની શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો.તમારી કમાણી ચાલુ થયા બાદ તમે પેઈડ સર્વિસ થી બ્લોગ સારો અને એટ્રેકટિવ બનાવી શકો છો.તો આપણે એક સારો વ્યવસ્થિત બ્લોગ બનાવવા માટે નીચે મુજબ ની પ્રોસેસ કરવી પડશે.


1.Sign up કરો

અહીંયા આપણે blogger.com ની વાત કરીએ તો બ્લોગર એ ગૂગલ નું એક પ્લેટફોર્મ છે જેના પર આપણે આપણો બ્લોગ બનાવી શકીએ છીએ.આના માટે તમારું ગૂગલમાં એકાઉન્ટ હોવું જોઈએ.તેમાં sign up કરીને તમે બ્લોગ બનાવી શકો છો.


2.ટાઇટલ પસંદ કરો

તમારા બ્લોગ ને ખૂબ સારો એટ્રકટિવ બનાવવા માટે તમારે ટાઇટલ ખૂબ સારું પસંદ કરવું પડશે. જેટલું વધારે એટ્રકટિવ ટાઇટલ હશે એટલી વઘારે ટ્રાફિક મળવાની શક્યતા છે.ટ્રાફિક એટલે તમારી વેબસાઇટ વિઝિટ કરવા વાળની સંખ્યા.જો તમે સારો મજબૂત ટાઇટલ યા કન્ટેન પસંદ કર્યો હશે એટલી વધારે ટ્રાફિક મળવાની શક્યતા રહેલી છે.જેમ કે આજના સમયમાં ટેકનોલોજી, શિક્ષણ , રોજગાર ,બ્લોગ/વેબસાઈટ કે અન્ય ઓનલાઈન કામને લાગતું , લાઇફસ્ટાઇલ, ફિટનેસ,અર્થવ્યવસ્થા, રાજકારણ, વગેરે તમે તમારા ટાઇટલ તરીકે પસંદ કરવો જોઈએ.જેથી ભવિષ્ય માં તમારા બ્લોગ પાર સારો ટ્રાફિક મેળવી શકાય.પરંતુ કન્ટેન્ટ એવો પસંદ કરજો જેમાં તમે વધારે નિપુણ હોવો.જે વિષયમાં તમારું જ્ઞાન વધારે હશે,જે ફિલ્ડમાં તમારી રુચિ વધારે હશે એને પોતાનો ટોપિક કે કન્ટેનર બનાવી શકો છો.કારણકે જે તે વિષયમાં તમારું જ્ઞાન વધારે હોવાથી તમે એ ટોપિક વિશે વધારે ક્વોલિટી વાળું લખી શકો છો અને વધારે ટ્રાફિક જનરેટ કરી શકો છો.

Blogging tips


3.Domain/Hosting પસંદ કરો.

તમારા બ્લોગ ને મજબૂત અને વિશ્વાસુ બનાવા માટે આ એક અગત્યનું પાંસુ છે.જેમ પહેલાના જમાના માં ટપાલ મોકલવા માટે વ્યક્તિ અને તેના સરનામાં ની જરૂર પડતી એવી જ રીતે હાલના ડીજીટલ યુગમાં બ્લૉગ માટે hosting અને domain ની જરૂર પડે છે.Hosting એટલે જે ભાઈ ને ટપાલ મોકલવી છે તેનું નામ અને અને domain એટલે તે ભાઈ ને ટપાલ ક્યાં મોકલવી છે તેનું સરનામું.મારા બ્લોગ નું નામ  Princedevloper.blogspot.com છે જેમાં princedevloperhost નામ છે અને blogspotdomain છે.કોઈપણ વેબસાઈટ ની પાછળ લાગતા .com , .in , .org વગેરે ડોમેઈન છે જે પેઈડ છે જેનો અમુક ટાકા ગૂગલ એ ચાર્જ રાખેલો હોય છે.તમે અલગ અલગ પ્લાન પસંદ કરીને ડોમેઈન લઇ શકો છો.


4.લાંબા લખાણ વાળી અનેં ક્વોલિટી વાળી પોસ્ટ લખો

આ પણ એક અતિ આવશ્યક મુદ્દો છે.જો આપણું લખાણ અથવા આપણી પોસ્ટ લાંબી અને ઉચ્ચ કક્ષાની નહીં હોય તો ગુગલ એડસેન્સ એપ્રુવ જલ્દી નહીં મળે.અલગ અલગ બલોગ પર કેટલાય લોકો એ કંઇક ને કંઇક તો લખેલું જ હશે એટલે આપણે શું લખવા માંગીએ છીએ તે ટોપિક પર ક્વોલિટી વાળું લખવાનો પ્રયાસ કરો.પછી એ ટોપિક પાર ભલે પહેલાથી જ લખાઈ ચૂક્યું હોય.તમે તમારા પોતાના જ્ઞાન અને રિસર્ચ ના આધારે એ ટોપિક પર વધારે એથી વિશેષ તથ્ય લખવાનો પ્રયાસ કરો.તમે વિચારો કે આખા ભારતમાં ક્રિકેટ તો કેટલાય જના રમેં છે પરંતુ સચિન ,ધોની અને વિરાટ તો એક જ બને છે એમ તમે પણ એક જ બની રહેવા સંઘર્ષ કરો અને તમારા ટોપિક કે વિષય ને વળગી રહો.તમે એવી પોસ્ટ લખો કે લોકો તમારા બ્લોગની વારંવાર વિઝિટ કરવા ટેવાય.માટે તમે સારા ક્વોલિટી વાળા લખાણ કે પોસ્ટ લખશો તો તમારો ઓડિયન્સ જળવાય રહેશે ,તમારા ફોલોઅર્સ વધશે અને તમારી વેબસાઈટ માં સારો ટ્રાફિક પણ જળવાઈ રહેશે.

What is blog?


5.શેર કરો.

તમારા બ્લોગ માં ટ્રાફિક વધારવા માટે જો સૌથી મહત્વનું પરિબળ હોય તો એ છે તમારી પોસ્ટ ને ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોસીયલ મીડિયા માં શેર કરવું.સોસીયલ મીડિયા માં જેટલું તમારું મોટું નેટવર્ક હશે એટલા વધારે તમારા બ્લોગ નો પ્રચાર થશે અને વધારે ટ્રાફિક જનરેટ થશે.પહેલા તો ઓર્ગેનિક ટ્રાફિક ના ધ્યેય થી ચાલવું પણ શરૂઆત માં એ શકય નથી એટલે પહેલા તો લિંક એવા માણસો ને મોકલવી જે લોકો તમારી પોસ્ટ ને ખરેખર વાંચશે.જેમને આર્ટિકલ વાંચવા ગમે છે એમને જ મોકલો.પણ આ માટે તમારે દરરોજ અપડેટ રહેવું પડશે.


ઉપર જણાવ્યા મુજબ જો બ્લોગ બનવવા માટે આટલા પાસા ને ધ્યાનમાં રાખીને બ્લોગ બનાવશો તો ભવિષ્યમાં તમારા બ્લોગમાં ખૂબ સારો ટ્રાફિક મલી શકે છે.આના માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે. સતત અપડેટ થતું રહેવું પડશે.તમાંરો બ્લોગ સારો એવો બની જાય પછી 10-15 સારા કન્ટેન્ટ વાળી પોસ્ટ અપલોડ કરી દો.સારું ટ્રાફિક જામ થવા માંડે તો પછી જલ્દીથી ગૂગલ એડસેન્સ માટે એપ્લાય કરી દો.ગૂગલ એડસેન્સ ની મદદ થી તમે બ્લોગથી સારી કમાણી કરી શકો છો.પરંતુ એનાં માટે તમારે 6 મહિના સુધી વેઇટ કરવો પડશે.ગુગલ તમારી સાઈટ રીવ્યુ કર્યા બાદ જ અને સારો ટ્રાફિક જનરેટ થતો હશે તો જ ગુગલ એડસેન્સ માટે એપ્રુવ આપશે. માટે ઉપર માં મુદ્દાઓ ધ્યાનમાં રાખની ચાલશો તો તમને સારા બ્લોગર બનતા કોઈ નહીં રોકી શકે.


આશા રાખું છું કે તમને આ અમારો આર્ટિકલ પસંદ આવશે. અમારા આ આર્ટિકલ ને આગળ શેર કરવાનું ભૂલતા નહીં