ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જીવનગાથા
હેલ્લો મિત્રો આજના નવા આર્ટિકલ માં તમારું સ્વાગત છે.આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હસો,કુશળ હસો.આજ તારીખ 5 સપ્ટેમ્બર(શિક્ષક દિવસ) ના રોજ હું કમલેશ પરમાર તમારી સમક્ષ એક એવા વ્યક્તિના જીવન વિશેનો આર્ટિકલ લઈને આવ્યો છું જેમને શિક્ષક થી લઈને રાષ્ટ્પતિ સુધીની સફર ખેડેલી છે.તો ચાલુ કરીએ એ મહાન વ્યક્તિ ની જીવનગાથા વિશે...
દર વર્ષે 5 સપ્ટેમ્બર ના રોજ ભારત સરકાર દ્વારા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તો આજે આપને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જીવન વિશે થોડુંક જાણીશું.
દર વર્ષે 5 સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ભારતભર માં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ શિક્ષક દિવસ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદ માં ઉજવામાં આવે છે.ડૉ. રાધાકૃષ્ણ વ્યવસાયે શિક્ષક હતા.તેઓ શિક્ષક થી માંડીને રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડેલી છે.તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 ના રોજ તમિલનાડુના તિરુતાની વિસ્તારમાં થયો હતો.જે હાલ ચેનાઈ થી 64 કિમિ દૂર આવેલું છે.તેઓ નાતે બ્રાહ્મણ હતા.તેઓનું પ્રાથમિક શિક્ષણ તેલુગુ ભાષામાં જે પૂરું થયેલું હતું.સર્વપલ્લી એમના ગામનું નામ છે,અને રાધાકૃષ્ણ એમનું નામ છે.એમના ગામ ના નામ પરથી તેમની અટક સર્વપલ્લી રાખવામાં આવી હતી.
➡️અભ્યાસ અને શૈક્ષણિક કારકિર્દી
તેઓ બાળપણ થી જ ભણવામાં હોશિયાર હતા.1906 માં તેમને મદ્રાસ કૉલેજમાંથી એમને ફિલોસોફી વિષયમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.તેઓ જયારે 20 વર્ષના હતા ત્યારે તેમને માસ્ટર ડીગ્રી માટે એક શોધનિબંધ તૈયાર કર્યો હતી,જે પાછળ થી પ્રકાશિત થયો હતો.ફિલોસોફી વિષયમાં વધારે રસ હોવાથી આગળ જતાં 1909 માં તેઓ ફિલોસોફી વિષયના અધ્યાપક બન્યા હતા.તેમને લેખન કાર્યમાં વધારે રસ હોવાથી તેઓ અનેક લેખ લખતા હતા,જેમાંથી તેમનો પહેલો લેખ "ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર" હતું જે ખૂબ પ્રકાશિત થયું હતું.તેઓ માત્ર પંદર વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન થઈ ગયા હતા.તેમની પત્નીનું નામ શિવકામાં હતું.તેમની ઉમર માત્ર 10 વર્ષની હતી જ્યારે તેમના લગ્ન થયા હતા.
ઇ.સ 1908 માં રાધાકૃષ્ણ ને "મૈંસુર વિશ્વ વિધાલય" માં દર્શનના પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ત્રણ વર્ષના સફળતા બાદ તેઓ "કલકત્તા વિશ્વ વિધાલય" માં નિયુક્ત થયા હતા.1947 માં ભારત આઝાદ થયો ત્યારે તેમને યુનેસ્કો ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.1949 થી માંડીને 1952 સુધી તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત તરીકે રહ્યા હતા.તેઓ ઓસ્કફર્ડ યુનિવર્સિટીમાં 6 વર્ષ સુધી વિજીટિંગ ઓફિસર તરીકે પણ સેવા આપી હતી,એ દરમિયાન એમને હિન્દૂ ધર્મ પણ ભણાવ્યો હતો.એ દરમિયાન ઇન્દિરા ગાંધી, ભુપેશ ગુપ્તા તેમજ ઇઝરાયેલ ના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યીગેલા આર્લો પણ તેમના સહઅધ્યાયી રહી ચૂકેલા હતા.1948 માં તેઓ યુનેસ્કો ના ચેરમેન બન્યા હતા.ત્યારબાદ 1949 માં તેઓરશિયામાં ભારત ના રાજદૂત બન્યા હતા.એવું કહેવાય છે કે જોસેફ સ્ટાલિન કોઈને મળવા માટે તૈયાર નહોતો પરંતુ ડો.રાધાકૃષ્ણ ને બે વાર મળ્યો હતો.ત્યારબાદ 1962 માં તેમને ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિ માટેના શપથ લીધા હતા.તેમને તેમનો રાષ્ટ્પતિ તરીકે ના પગાર માં બે હજાર રૂપિયાનો ઘટાડો કરતા ખૂબ ખ્યાતિ મેળવી હતી.જેની અમેરિકા એ ખૂબ નોંધ લીધી હતી.તેના પરિણામે અમેરિકા એ તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા વ્હાઇટ હાઉસમાં ઉતારવાનું સન્માન આપ્યું હતું.
➡️અવસાન
ડો.રાધાકૃષ્ણ તેમના છેલ્લા દિવસો દરમિયાન ભૂલી જવાની બીમારી થી પીડાઈ ગયા હતા.તેમને ઘણીબધી તબિયત ની ગંભીર બીમારીઓ હોવાના કારણે 1975 માં 17 એપ્રિલ ના રોજ તેમનું અવસાન થયું હતું.
આમ ભારત સરકાર દ્વારા દર 5મી સપ્ટેમ્બર ના દિવસે આપના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તેઓ કહેતા કે "હું પહેલા શિક્ષક છું, અને પછી રાષ્ટ્પતિ છું."
આપણે શીખવાનું બંધ નથી કરતા ત્યાં સુધી દરેક વ્યક્તિ આપણને કંઇક શીખવી શકે છે… જ્યાં વિદ્યાર્થી હોય, ત્યાં જ શિક્ષક હોય. આપણે સતત વિદ્યાર્થી રહીશું તો જ શિક્ષકો રહેશે… આપણા દરેક શિક્ષકોને સાદર વંદન…🙏🙏
અમારો આર્ટિકલ પસંદ આવે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં